નવસારી4 કલાક પહેલા
કૉપી લિંકઘરમાં કોઈ નહીં હોવાથી જાનહાનિ ટળી
નવસારીના વોર્ડ નંબર-13માં આવેલ રામજી ખત્રી વિસ્તારમાં મળસ્કે બે ઘરમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ પડોશીઓને થતા તેઓએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ઘરમાં કોઈ નહીં હોય જાનહાનિ ટળી હતી. નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નં-13 રાધવમાધવ બંગલા પાસે આવેલ રામજી ખત્રીની નાળ દશેરા ટેકરી નવસારીમાં આદિવાસી પરિવારનાં બે ધરમા આગ લાગી હતી. આગનો ધુમાડો ઉઠતા આજુબાજુનાં લોકો જાગી જતાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સ્થાનિક મોતીભાઈ પ્લમ્બરે વોર્ડ નં-13ના નગરસેવક વિજયભાઈ રાઠોડને મળસ્કે જાણ કરતાં નગરસેવકે DGVCLની કચેરીમાં જાણ કરી હતી. DGVCLના સ્ટાફે ઘટનાસ્થળે નમી પડેલા વીજ વાયરો કાપી નાખ્યાં હતા, જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી. આગ કયા કારણસર લાગી તેની માહિતી મળી ન હતી. ઘરમાં કોઈ નહીં હોય જાનહાનિ ટળી હતી.
અન્ય સમાચારો પણ છે…