ઈકોનોમી ઉત્તર ગુજરાત ઓન રેકૉર્ડ વીથ SSR ગુજરાત જાણવા જેવું જીવનશૈલી ટેકનોલોજી દક્ષિણ ગુજરાત ધ ક્વેસ્ટ ધર્મ ભારત મધ્ય ગુજરાત મનોરંજન રમત ગમત વિચારબેંક વિડિઓ વિશ્વ શિક્ષણ સૌરાષ્ટ્ર – કચ્છ

આયોજન: કૌશલ્યને નિખારી આગળ વધો તો જીવનની વૈતરણી પાર પડે: કલેકટર

ભાવનગર4 કલાક પહેલા

કૉપી લિંક10 ગામોમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે સમિતિગારિયાધારના ચોમલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન

જિલ્લા કૌશલ વિકાસ સમિતિ, ભાવનગર દ્વારા ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાત્રી સભામાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ આ આ અવસરે જણાવ્યું કે જીવનમાં દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ કૌશલ્ય હોય છે જે લોકો આ કૌશલ્યને સારી રીતે નિખારી આગળ વધે છે તેઓ જીવનની વૈતરણી સફળતાપૂર્વક પાર પાડતાં હોય છે.કૌશલ્યવાન માનવ સંસાધન દ્રારા જ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે તેમ જણાવી તેમણે કહ્યું કે જીવનમાં પણ કોઈને કોઈ ક્ષમતા, આવડત અને કૌશલ્ય ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. ડી.એસ.સી. ભાવનગરના પ્રોજેક્ટ ‘પંચાયત કૌશલ કેન્દ્ર’ અંતર્ગત કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે દરેક તાલુકામાં એક લેખે 10 ગામોમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે પંચાયતની પેટા સમિતિની રચના કરવામાં આવી છે. ડી.એસ.સી.ના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જે ગામના કૌશલ પ્રભારી તરીકે કાર્ય કરશે.

આ બાબતે ઝડપી અમલીકરણ કરવાં માટે બે તાલીમ આયોજીત કરવામાં આવી છે. આર.એસ.એ.ટી.આઇ. દ્વારા ઉન્નતિ કાર્યકમ હેઠળ 34 મહિલાઓને તાલીમ આપવામાં આવશે.અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પેઈન્ટ અને કોટિંગ ક્ષેત્રની કૌશલ્ય પરિષદ દ્વારા 120 તાલીમાર્થીઓને તાલીમ અપાશે. આ રાત્રી સભામાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related posts

ભાસ્કર એક્સક્લૂઝિવ: તમને ખબર છે? તમે જે ટાઈલ્સ પર ચાલો છો, તેમાં યુક્રેનની માટી હોઈ શકે!, યુક્રેનની ચમકદાર માટીથી મોરબીમાં ટાઈલ્સ બને છે

cradmin

નશાના કારોબાર પર પોલીસની તરાપ: સાંતલપુર-વારાહી હાઈવે પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા, 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત

cradmin

કોરોના રાજકોટ LIVE: ગુરુવારે શહેરમાં નવા 11 કેસ નોંધાયા, જિલ્લાના 11માંથી 9 તાલુકામાં શૂન્ય કેસ

cradmin

Leave a Comment