ઈકોનોમી ઉત્તર ગુજરાત ઓન રેકૉર્ડ વીથ SSR ગુજરાત જાણવા જેવું જીવનશૈલી ટેકનોલોજી દક્ષિણ ગુજરાત ધ ક્વેસ્ટ ધર્મ ભારત મધ્ય ગુજરાત મનોરંજન રમત ગમત વિચારબેંક વિડિઓ વિશ્વ શિક્ષણ સૌરાષ્ટ્ર – કચ્છ

આવેદન: નવસારી પાલિકામાં સમાવિષ્ટ ગામો સહિતની સોસાયટીમાં વેરા મુદ્દે આક્રોશ

નવસારી4 કલાક પહેલા

કૉપી લિંકનવસારીમાં સૂર્યદર્શન સોસાયટીના લોકોનું વેરા વધારા બાબતે આવેદન - Divya Bhaskar

નવસારીમાં સૂર્યદર્શન સોસાયટીના લોકોનું વેરા વધારા બાબતે આવેદન

અગાઉ કેટલીક સોસાયટી રજૂઆત કરી ચુકી છે, સૂર્યદર્શન સોસાયટીવાસીઓનું આવેદન

નવસારી પાલિકાના વોર્ડ નં.-13માં આવેલ સૂર્યદર્શન સોસાયટીમાં મિલકત વેરો રિ-સર્વે કરવા તથા સોસાયટીમાં યોગ્ય સફાઈ કાર્ય થવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું કે સૂર્યદર્શન સોસાયટી વોર્ડ નં.-13 તથા વોર્ડ નં.-5ની બોર્ડર પર આવેલી છે.

અગાઉ તેમની સોસાયટી તીઘરા ગ્રામ પંચાયત હસ્તક હતી પરંતુ હાલમાં નવસારી નગરપાલિકામાં વોર્ડ નં.-13માં સમાવિષ્ટ કરવામાં આવેલી છે. તેમની સોસાયટીમાં પાલિકા હસ્તક કોઈ એજન્સી દ્વારા મિલકત વેરા માટે સર્વે કરવામાં આવ્યો છે. એજન્સી દ્વારા સર્વેમાં ક્ષતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે.

જેના લીધે સોસાયટીમાં રહેતા તમામ સભાસદોની મિલકતોના વેરામાં અસહ્ય વધારો થયેલો છે. ગ્રામ પંચાયત સમયે જે વેરો અંદાજે રૂ. 1200 આવતો હતો, તેમાં સીધો ત્રણથી ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તેમની સોસાયટીનાં એક મકાનમાં રિ-સર્વે કરવામાં આવ્યો, તો તેમનો વેરો પાલિકા દ્વારા આકારવામાં આવેલા વેરા કરતાં લગભગ અડધો થયો હોવાનું જાણવામાં આવ્યું છે. જેથી સોસાયટીમાં ફરી સુવ્યવસ્થિત રીતે સર્વે કરવામાં આવે અને અસહ્ય વેરામાં રાહત આપવામાં આવે એવી માંગણી કરી હતી.

સફાઇ થતી નથી તો વેરો કેમ ?સૂર્યદર્શન સોસાયટી બે વોર્ડની સરહદ પર છે. જેમાં વોર્ડ નં.-5 સીધી રીતે લાગે છે પરંતુ સોસાયટીની જમીન તિઘરા ગામમાં બોલતી હોવાથી અમો વોર્ડ-13ના રહીશો અને મતદારો છીએ. સફાઈ વેરો માંગવામાં આવ્યો છે, પણ અમારે ત્યાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ કચરો લેવા માટે વોર્ડ નં.-5નું ટ્રેકટર આવે છે. સોસાયટીનાં સફાઈ માટે સફાઈ કર્મીઓ પણ આવતા નથી. – સોસાયટીના રહીશો

અન્ય સમાચારો પણ છે…

Related posts

કોરોના સુરત LIVE: કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં, રિકવરી રેટ વધીને 98 ટકાને પાર, એક્ટિવ કેસ 200 નીચે

cradmin

કાર્યવાહી: નવસારી જિલ્લામાં જાહેરમાં ચપ્પુ લઇને ફરતા બે યુવાનની અટક

cradmin

ફરિયાદ: તૃતિયવર્ષ LLB ના પેપરમાં છબરડાની ફરિયાદ કરાઇ

cradmin

Leave a Comment