ભાવનગર4 કલાક પહેલા
કૉપી લિંકકુલસચિવ સમક્ષ રજૂઆત કરાઇપેપર સિવિલ પ્રોસિજર કોડનું અને ટાઇટલમાં ક્રિમીનલ પ્રોસીજર કોડથી વિદ્યાર્થીઓ અવઢવમા
ટીવાય એલએલબીના વિદ્યાર્થીઓએ કુલ સચિવને એલ એલ બી સેમેસ્ટર 5ના પેપરમાં ગોટાળા અંગે ફરિયાદ કરીને જણાવ્યું છે કે, આ છબરડા ને કારણે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તે ની કાળજી લેવી જરૂરી છે અને જવાબદાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે.
તારીખ 23 ના રોજ સિવિલ પ્રોસિજર કોડના પેપરમાં પેપર સિવિલ પ્રોસિજર કોડનું અને ટાઇટલમાં ક્રિમીનલ પ્રોસીજર કોડ થી વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા હતા. ઉપરાંત સિલેબસ પ્રમાણે પ્રશ્નનો ગુણાંકન પણ જળવાયું નથી.તે સિવાય પ્રશ્ન નંબર એકમાં સ્પેલિંગની ભૂલો,પ્રશ્ન નંબર 1 બીમાં જોગવાઈઓ સહિતની અનેક પ્રકારની છબરડાની ફરિયાદ કરવામાં આવી છે.
અભ્યાસક્રમ મુજબ સીપીસીમાં 80 માર્ક અને લીમીટેશન એક્ટના 20 માર્ક છે તેના બદલે 56 માર્કમાંથી 21 માર્કનું લીમીટેશન એક્ટમાંથી પુછાયુ હતુ એટલે કે 20 ટકાને બદલે 37.5 ટકા પૂછ્યું એટલે 17.5 ટકા સીપીસીનું વેઇટેઝ ઘટ્યું તે નુકશાનકર્તા છે. ખાસ તો પેપરમાં સ્પેલિંગ તેમજ શબ્દાર્થની ભુલો અનેક છે. અનેક ગોટાળો હોય આ અંગે યુનિ.એ જવાબદારો સામે ઉચ્ચ સ્તરની પગલા ભરવા તેમજ વિદ્યાર્થીઓ સાથે કારકિર્દીના ચેડા સમાન આ પેપર હોય ન્યાય આપવા માંગ કરી હતી.
અન્ય સમાચારો પણ છે…