નવસારી4 કલાક પહેલા
કૉપી લિંક
પાલિકાના કર્મચારીઓ અડચણરૂપ લારી હટાવી રહ્યાં છે.
નવસારી-વિજલપોર પાલિકા દ્વારા જાહેર માર્ગો પર લારી હટાવવાની કામગીરી ગુરુવારે પણ કરી હતી. જેમાં 8 લારીને કબજે લીધી હતી. પાલિકા દ્વારા 15 દિવસમાં 90 જેટલી લારી જાહેર માર્ગને અડચણરૂપ હોય કબજે કરવામાં આવી હતી. નવસારી-વિજલપોર નગરપાલીકા વિસ્તારમાં બપોર બાદ દબાણ વિભાગના અધિકારી મોહમદ અમીન અને કર્મચારીઓ દ્વારા જાહેર માર્ગો પર દબાણરૂપ લારીઓને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નવસારી શાકમાર્કેટ વિસ્તારમાં અને એસટી ડેપોથી તિઘરા રોડ પર જાહેર માર્ગને અડચણરૂપ 8 લારી પાલિકાએ કબજે કરી હતી.
જ્યારે 15 દિવસમાં 90 લારી કબજે કરવાની કાર્યવાહી કરી હોવાની માહિતી સાંપડી હતી. નવસારી નગરપાલિકા િવસ્તારમાં લારીઓ હટાવવાની ઝૂંબેશને વેગવાન બનાવી દેવાઇ છે. નવસારીને લારી મુક્ત બનાવવાની નેમ લીધી હોય તેમ પાલિકા સત્તાધીશોએ કેટલાક સમયથી અડચણરૂપ લારીઓ દૂર કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે…