ઈકોનોમી ઉત્તર ગુજરાત ઓન રેકૉર્ડ વીથ SSR ગુજરાત જાણવા જેવું જીવનશૈલી ટેકનોલોજી દક્ષિણ ગુજરાત ધ ક્વેસ્ટ ધર્મ ભારત મધ્ય ગુજરાત મનોરંજન રમત ગમત વિચારબેંક વિડિઓ વિશ્વ શિક્ષણ સૌરાષ્ટ્ર – કચ્છ

આજની પોઝિટિવ સ્ટોરી: સુરતના પ્રગતિશિલ ખેડૂતે આધુનિક ઢબે મરચીની ખેતી કરી, 7 એકર જમીનમાં ત્રણ મહિનામાં 6 લાખની કમાણી મેળવી

Gujarati NewsDvb originalProgressive Farmer Of Surat Cultivates Chilli In A Modern Way, Earns Rs 6 Lakh In 3 Months In 7 Acres Of Land.

સુરત3 કલાક પહેલાલેખક: પંકજ રામાણી

મરચીના એક રોપા તૈયાર કરવા પાછળ ખેડૂતને પ્રતિ રોપા 1.20 રૂપિયાનો ખર્ચ થયો છે

બ્લેક થ્રીપ્સ, જીવાતો વાઈરસની સામે હાર્યા વગર મહેનત યથાવત રાખી-પ્રવિણભાઈ માંગુકીયા

કૃષિના ક્ષેત્રમાં અવનવા ફેરફારો આવતા રહે છે. તેમાં પણ હવે ટેકનોલોજીના આધારે નવી પેઢી ખેતી કરી રહી છે. તેના કારણે આજે ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક લઈને સારી એવી કમાણી કરતા હોય છે. જેથી આજનું યુવાધન ખેતી તરફ વળી રહ્યું છે. સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા પ્રગતિશિલ ખેડૂતે કામરેજના ઘલા નજીક પોતાના ખેતરમાં 7 એકર જમીનમાં મરચીની ખેતી કરી છે. બ્લેક થ્રીપ્સ, જીવાતો, વાઈરસ, ભારે વરસાદ સહિતની આફતો સામે હાર્યા વગર સતત પ્રયોગો અને હાર્યા વગર મહેનત કરી હતી. જેથી 3 મહિનાના ટૂંકા ગાળામાં જ 6 લાખ રૂપિયાની કમાણી મેળવી છે.

રોપાને પણ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી 2 ફૂટના અંતરે અને લાઈનથી લાઈન 5 ફૂટના અંતરે રોપાણ કરાયું છે.

રોપાને પણ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી 2 ફૂટના અંતરે અને લાઈનથી લાઈન 5 ફૂટના અંતરે રોપાણ કરાયું છે.

સતત પ્રયોગો કરતાં રહે છેભારત એક કૃષિપ્રધાન દેશ છે. ખેડૂતો માટે સરકાર દ્વારા પણ અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે.આ યોજનાઓના લાભથી હવે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે. તેમાં પણ ખેતીમાં આજકાલ યુવાવર્ગ પણ સારો એવો રસ લઇ રહ્યા છે.લોકો આધુનિક ખેતી તરફ વળ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ માંગુકિયા કે જેઓ કામરેજના ઘલા ગામે ખાતે સાત એકરની જમીન ધરાવે છે. જેમાં સતત અવનવા પ્રયોગોથી ખેતીમાં કંઈક નવું કરતાં રહે છે. ત્યારે આ વખતે મરચીની ખેતી કરીને મબલખ કમાણી મેળવી છે.

સંશોધન કરીને પાક લીધોપ્રવિણભાઈ માંગુકિયાએ ખેતરમાં અત્યારે કયો પાક લાઇ શકાય તે અંગે સંશોધન કર્યું હતું. ત્યારબાદ મરચીની ખેતી કરવાનું વિચાર્યું હતું.તેથી ઇગલ બ્રાન્ડ જી-4 મરચીનું બિયારણ સુરતથી ખરીદી કરી હતી. જેને મુંબઈ નાસિક ખાતે નર્સરીમાં રોપા ઉગાડવા માટે મોકલ્યું હતું. થોડા જ સમયમાં રોપા તૈયાર થઈ જતા તેને કામરેજના ઘલા ગામના ખેતરમાં રોપવાની શરૂઆત કરી હતી.

મરચીમાં પ્રથમવાર પાક 45થી 50 દિવસે આવ્યો હતો

મરચીમાં પ્રથમવાર પાક 45થી 50 દિવસે આવ્યો હતો

50 હજાર રોપા વાવ્યાપ્રવિણભાઈ કહે છે કે, મરચીના એક રોપા તૈયાર કરવા પાછળ મને પ્રતિ રોપા 1.20 રૂપિયાનો ખર્ચ થયો છે. રોપાને પણ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી 2 ફૂટના અંતરે અને લાઈનથી લાઈન 5 ફૂટના રોપ્યા હતા. તેને મલ્ચીંગ પેપર પાથરી રોપ્યા હતા. 45 દિવસ બાદ તમામ છોડ પર મરચી આવવાની શરૂઆત થઇ હતી.જેમાં પ્રથમ ત્રણ મહિનામાં 23,700 કિલો મરચાં નું ઉત્પાદન થયું છે.મરચાને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ કિલો 10 રૂપિયા થાય છે. આમ 3 મહિનામાં મને 6 લાખની કમાણી થઈ છે.

મરચાને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ કિલો 10 રૂપિયા થાય છે

મરચાને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ કિલો 10 રૂપિયા થાય છે

દેશી ખાતરનો ઉપયોગ કર્યોમરચીની ખેતી કરનાર પ્રગતિશિલ ખેડૂતે પ્રવિણભાઈએ કહ્યું કે, ખેતરમાં દેશી ખાતર નાખીને પાળા ચડાવી ડ્રીપ નઆખી હતી. મલ્ચીંગ પાથરીને રોપાણ તારીખ 10 જુલાઈ 2021ના રોજ કરવામાં આવ્યું હતું. જેથી મરચીમાં પ્રથમવાર પાક 45થી 50 દિવસે આવ્યો હતો. બીજું કટીંગ 12થી 20 દિવસે આવ્યું હતું. જ્યારે ત્રીજુ કટીંગ ગરમી હોવાથી 12 દિવસે આવી ગયું હતું. જેમાં દરેક વખતે ઉતારામાં થોડી ઘણી વધઘટ થતી હોય છે.

ખેતરમાં ત્રણ વર્ષ સુધી પાક રિપિટ ન કરતા હોવાથી જીવાત નથી આવતીં

ખેતરમાં ત્રણ વર્ષ સુધી પાક રિપિટ ન કરતા હોવાથી જીવાત નથી આવતીં

મરચીનું વાવેતર ઓછું થાય છેદક્ષિણ ગુજરાતમાં મરચી ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. તેથી માર્કેટમાં તથા એક્સપોર્ટમાં ભાવ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશની સરખામણીએ વધારે મળે છે.એક કિલો મરચી ઉતારવાની મજૂરી પેકેજીંગ, સાફ સફાઈ, વજન અને ટ્રાન્સપોર્ટ બધુ મળીને 10 રૂપિયા એક કિલોએ થાય છે.

ખેતરથી જ મરચીનું વેચાણપ્રવિણભાઈ કહે છે કે, ઉત્તમ ક્વોલિટી અને સાફ સફાઈ રાખવાથી મુંબઈના વેપારીઓ સીધા ખેતરથી જ માલ ભરીને લઈ જાય છે. વળી માર્કેટ કરતાં ભાવ પણ સારા આપે છે. સ્થળ પર જ ગાડી ભરાઈ જાય એટલે પેમેન્ટ પણ તાત્કાલિક મળી જાય છે. જીવાત ન આવવા અંગે તેમણે ઉમેર્યું કે એકના એક ખેતરમાં ત્રણ વર્ષ સુધી પાક રિપિટ ન કરતા હોવાથી જીવાત નથી આવતીં અને ઉત્પાદનમાં વધારો થાય છે.

લીલી મરચીનું વાવેતેર ઓછું થતું હોવાથી ભાવ પણ સારા મળી રહે છે.

લીલી મરચીનું વાવેતેર ઓછું થતું હોવાથી ભાવ પણ સારા મળી રહે છે.

આ રીતે દેશી ખાતર બનેદેશી ખાતર બનાવવા લિમડાની લિંબોળી, ખોળ, દિવેલા ખોળ, સુગર કંપોસ્ટ, લિંબોળીનું તેલ, સડેલી છાસ, વર્મીકમ્પોસ્ટ, જીવામૃત જેવા કુદરતી ખાતરથી મરચીનો કલર અને સાઈઝમાં ફેર પડે છે. તથા ચમક એકદમ અલગ જ તરી આવે છે. વળી માવજત અને પ્રયોગો કરવાથી મરચીની ખેતીમાં એકાદ વર્ષ કરતાં વધુ સમય સુધી ઉત્પાદન લઈ શકાય તેમ હોવાનું પ્રવિણભાઈ કહેતા ઉમેરે છે કે, માત્ર ખેડૂતોએ ધીરજ રાખવાની જરૂર હોય છે. અમે તમામ આફતો સામે લડીને અવનવા પ્રયોગો કરીને સૌથી વધુ ઉત્પાદન મેળવ્યું છે તો તમામ ખેડૂતો પણ મેળવી જ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Related posts

કાર્યવાહી: નવસારી જિલ્લામાં જાહેરમાં ચપ્પુ લઇને ફરતા બે યુવાનની અટક

cradmin

CCTV: સુરતના પુણામાં આઈફોન-11 ફોન ચોરીની શંકાએે યુવકને ઢોર માર મારી રેમ્બો છરીથી હત્યા, ગળા-છાતીના ભાગે 4 અને પીઠના ભાગે 1 ઘા ઝીંક્યા

cradmin

વાહન ક્યાં મૂકવું?: અમદાવાદમાં AMCએ બગીચાઓ બહાર પાર્કિંગની સુવિધા જ નથી આપી, લોકો ફૂટપાથ-રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર

cradmin

Leave a Comment