ઈકોનોમી ઉત્તર ગુજરાત ઓન રેકૉર્ડ વીથ SSR ગુજરાત જાણવા જેવું જીવનશૈલી ટેકનોલોજી દક્ષિણ ગુજરાત ધ ક્વેસ્ટ ધર્મ ભારત મધ્ય ગુજરાત મનોરંજન રમત ગમત વિચારબેંક વિડિઓ વિશ્વ શિક્ષણ સૌરાષ્ટ્ર – કચ્છ

વાહન ક્યાં મૂકવું?: અમદાવાદમાં AMCએ બગીચાઓ બહાર પાર્કિંગની સુવિધા જ નથી આપી, લોકો ફૂટપાથ-રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર

અમદાવાદ2 કલાક પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

પાર્કિગના અભાવે લોકો રોડ પર વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસ ટૉ કરી જાય છેફૂટપાથ પર વાહન પાર્ક કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છે

અમદાવાદ શહેરમાં લોકોને હરવા-ફરવા અને મનોરંજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓમાં બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિગની સુવિધા જ આપવામાં આવી નથી. વાહન માટે પાર્કિગ ન હોવાથી નાછૂટકે વાહન ચાલકોએ રોડ પર અથવા ફૂટપાથ પર પાર્કિગ કરવું પડે છે. રોડ પર વાહન પાર્ક થયેલું જોઈ ટ્રાફિક પોલીસ વાહનને ટો અથવા લોક મારી દે છે. આ સમસ્યાના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

પાર્કિંગ ન હોવાથી ટ્રાફિક પોલીસ હેરાન કરે છેએકતરફ કોમ્પ્લેક્ષ, સરકારી ઓફિસ કે જાહેર સ્થળોએ પાર્કિગની સુવિધા હોવી જરૂરી છે, પરંતુ શહેરના તમામ બાગ-બગીચાઓ બહાર હવે વાહન પાર્કિગ ન હોવાને કારણે લોકોએ ટ્રાફિક પોલીસની હેરાનગતિનો ભોગ બનવું પડી રહ્યું છે. રિક્રિએશનલ કમિટિના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે, હવે જે નવા અને રિડેવલોપ કરવામાં આવતા બગીચાઓમાં વાહન પાર્કિગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

AMCના બગીચાની બહાર પાર્ક કરેલા વાહનોની તસવીર

AMCના બગીચાની બહાર પાર્ક કરેલા વાહનોની તસવીર

AMCના આયોજનના અભાવે લોકોને મુશ્કેલીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પોતાના અણઘડ આયોજનને કારણે અનેક વખત પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બાગ બગીચાઓમાં આવતાં મુલાકાતીઓના વાહન પાર્ક કરવા માટે પાર્કિગ જ બનાવવાના ભુલી ગઈ છે. જેના કારણે આજે બગીચાઓમાં આવતા મુલાકાતીઓને રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. શહેરનું સૌથી પ્રખ્યાત સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનમાં દર શનિવાર-રવિવારે મોટી સંખ્યામાં લોકો આવે છે. ગાડી લઈને ફરવા આવતા લોકોએ પોતાની ગાડી પાર્કિગના અભાવે રોડ પર જ પાર્ક કરવી પડે છે અને રોડ પર વાહન પાર્ક કરતા ટ્રાફિક પોલીસની ક્રેનવાળા આવીને લોક મારી જતાં રહે છે.

ફૂટપાથ પર વાહન પાર્ક કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છેટ્રાફિક પોલીસ લોક મારીને જતા રહ્યા બાદ તેઓને શોધવા અને બાદમાં લોકો વાહન પાર્કિગ માટે જગ્યા ન હોય તો ક્યાં વાહન મૂકીએ એમ કહી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. પ્રહલાદનગર ગાર્ડનની બહાર પણ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ગાર્ડનની બહાર જ રોડ પર વાહનોની લાઈન લગાવી પડે છે. શહેરમાં નાના- મોટા તમામ બાગ-બગીચાઓ બહાર આ રીતે વાહન પાર્કિગ ફૂટપાથ પર અથવા રોડ પર કરવાની ફરજ પડે છે. પાર્કિગની સુવિધાઓ ઊભી કરવાની વાત મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે, પરંતુ ખરેખર જ્યાં પાર્કિગની જરૂરિયાત છે ત્યાં જ વાહન પાર્કિગ ખુદ કોર્પોરેશન જ ઉપલબ્ધ કરાવી શકી નથી.

ફૂટપાથ પર વાહન પાર્ક કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છે

ફૂટપાથ પર વાહન પાર્ક કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છે

‘કોર્પોરેશને બગીચા બનાવ્યા પણ પાર્કિંગની સુવિધાઓ જ નથી આપી’વાડજ વિસ્તારમાં રહેવાસી યોગેશ મકવાણાએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ બાગ બગીચા બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિંગની સુવિધાઓ જ આપી નથી. લોકો જ્યારે તેમના ટુ વ્હિલર કે ફોર વ્હિલર ગાર્ડન બહાર પાર્ક કરીને જાય છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરી લઈ જવામાં આવે છે ત્યારે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે. લોકો કહે છે કોર્પોરેશને પાર્કિંગ જ નથી આપ્યું તો ક્યાં પાર્ક કરીએ અને પોલીસ કહે છે કે તે અમારો વિષય નથી. રોડ પર વાહન પાર્ક કર્યા તો ટૉ થાય છે. કોર્પોરેશને દરેક જગ્યાએ ગાર્ડન બનાવ્યા પણ પાર્કિગ જ નથી આપવામાં આવ્યા. જ્યાં ગાર્ડન હોય ત્યાં પાર્કિગ હોવું જ જોઈએ અને પોલીસ ટૉના નામે લૂંટે છે એ બંધ થવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Related posts

કોરોના સુરત LIVE: કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં, રિકવરી રેટ વધીને 98 ટકાને પાર, એક્ટિવ કેસ 200 નીચે

cradmin

નશાના કારોબાર પર પોલીસની તરાપ: સાંતલપુર-વારાહી હાઈવે પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા, 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત

cradmin

ફરિયાદ: તૃતિયવર્ષ LLB ના પેપરમાં છબરડાની ફરિયાદ કરાઇ

cradmin

Leave a Comment